ઝાલોદ શહેરમાં આગામી 20 તારીખે નીકળનારી રથયાત્રા સંદર્ભે જાહેરનામું

ઝાલોદ, આગામી તા.20/06/2023ના રદજ ઝાલોદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર હોઇ, શહેરમાં વાહનવ્યવહારને અડચણ ન થાય અને રથયાત્રાના રૂટ ઉપર ટ્રાફીક નિયમન અસરકારક રીતે કરી શકાય તે માટે અધિક જીલ્લા મેજીટ્રેટ એ.બી.પાંડોર એક જાહેરનામા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-33(1)(ખ) હેઠળ તા.20/06/2023 ના રોજ ઝાલોદ શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન રથયાત્રાને તથા વાહન વ્યવહારને કોઇ અડચણ ઉભી ન થાય તેમજ ટ્રાફીક નિયમન જળવાય રહે તે હેતુસર તા.20/06/2023 ના રોજ રથયાત્રા પુર્ણ ન થાય ત્યાં સુધી જણાવ્યા મુજબ અમલવારી કરવાની રહેશે.

દાહોદ થી ઝાલોદ તરફ આવતા-જતા વાહનો ઝાલોદ રહેરમાં પ્રવેશ કરી શકે નહી આ રૂટ પરના વાહનોએ મેલણીયા બાયપાસ થઇ આર.ટી.ઓ બાયપાસ બાસવાડા રોડથી અવર-જવર કરવાની રહેશ. જયારે બાસવાડાથી ઝાલોદ તરફ આવતા વાહનો ઝાલોદ શહેરમાં પ્રવેશ કરી શકશે નહી આ રૂટ પરના વાહનો આર.ટી.ઓ બાયપાસ મેલણીયા આઇ.ટી.આઇ હાઇવે રોડથી દાહોદ તરફ અવર-જવર કરવાની રહેશે. સંતરામપુરથી આવતા વાહનો ઝાલોદ શહેરમાં પ્રવેશ કરી શકશે નહી. આ રૂટ પરના વાહનો મુવાડા ચોકડીથી દાહોદ તરફ અવર-જવર કરવાની રહેશે. ફતેપુરાથી આવતા ઝાલોદ શહેરમાં પ્રવેશ કરી શકશે નહી આ રૂટ પરના વાહનો આર.ટી.ઓ બાયપાસથી દાહોદ તરફ અવર-જવર કરવાની રહેશે.

આ હુકમાનો ભંગ ભંગ અથવા ઉલ્લઘંન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 તથા મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-135 મુજબ શિક્ષાને પાત્ર થશે.