
- તારીખ 14-04-2024 રવિવારના રોજ સવારે દસ વાગે આંબેડકર ચોક ખાતે આંબેડકર જયંતિ નિમિતે માલ્યાર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.
ઝાલોદ, બાબા સાહેબ આંબેડકર(મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર) (14 એપ્રિલ 1891 6 ડિસેમ્બર 1956) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડો. બાબા આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામા આવ્યા હતા.
બાબા સાહેબ આંબેડકરનુ જીવન સંઘર્ષનુ પ્રતીક છે તેમણે પોતાનું સર્વસ્વ જીવન ભારતના કલ્યાણ તેમજ ભારતમાં રહેતા પછાત વર્ગમાં જીવન જીવતા લોકોને સમર્પિત થઈ તેમના ઉત્થાન માટે જીવ્યુ.તેઓએ લોકોના જીવનમાં સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો. એવા મહાન વિશ્વ વિભૂતિ અને જેમણે તમામ શોષિત પિડીતો અને ખાસ કરીને માતા બહેનો અને દરેક નાગરીકોને એક મનુષ્ય તરીકે જીવન જીવવાના હક અને અધિકારો અપાવ્યા હતા.
ડો. બાબા સાહેબ આંબેડકરજીની 133 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરતભાઈ માળી, દેવચંદભાઈ પરમાર, પંકજ ભાઈ અગ્રવાલ, અગ્નેશભાઈ પંચાલ, મુકેશ ડામોર, ટપુભાઈ વસૈયા, અલ્કેશભાઈ ભાભોર, રાજેશ ભાભોર, ઇકબાલભાઈ ફકીરા ,જાકીરભાઈ કાનુગા, દલાભાઈ વસૈયા, પારસિંગ ડામોર, ધર્મેન્દ્ર પટેલ, અલ્કેશ વસૈયા, મનીષ પંચાલ, દિનેશ પંચાલ, ભરતભાઈ જાંગીડ, કે.જી.પટેલ, શનીલાલ ભુંનાતર, રામચંદ્ર ભુનાતર ,બાબુ ભુનાતર, દિનેશ ભુનાતર, નગીન ભુનાતર, શંકર ભુનાતર, દશરથ પરમાર તથા મોટી સંખ્યા ભાજપના કાર્યકર્તા તથા દલિત સમાજના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત રહી માલ્યાર્પણ કર્યું હતું.