ઝાલોદ નગરના બી.એમ. હાઈસ્કૂલમાં આંખોના નિદાનનો કેમ્પ યોજવામાં આવ્યો

  • 250 થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી.

ઝાલોદ નગરના બી.એમ. હાઈસ્કૂલના પ્રાંગણમાં 11-09-2024 બુધવારના રોજ ઇંડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આંખોની તપાસ કરી નિદાન કરાવી ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ લેવા નગરના લોકો મોટા પ્રમાણમાં આવેલ હતા. આ કેમ્પ સવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી યોજવામાં આવેલ હતો અને અંદાજીત આ કેમ્પમા 250 થી વધુ દર્દીઓ એ આ કેમ્પનો લાભ લીધો હતો. તેમજ જે વ્યક્તિઓ બાકી રહી ગયેલ તે તમામ નાગરિકો માટે ફરી વહેલી તકે કેમ્પ રાખવાનું આશ્ર્વાશન રેડક્રોસ સોસાયટી દ્વારા આપવામાં આવ્યું હતું.