દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ટોલનાકા પાસે ફોર વ્હીલર અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર બે સગા ભાઈઓના મોતને પગલે પરિવારજનોમાં રક્ષાબંધનના તહેવાર ટાળે ગમગીની છવાઈ ગઈ હતી.
રક્ષાબંધનના તહેવારને લઈ દાહોદ જીલ્લામાં ભાઈઓ-બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ઝાલોદના વરોડ ટોલનાકા પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતને પગલે પરિવારજનોમાં રક્ષાબંધનના તહેવાર ટાળે ગમગીની છવાઈ ગઈ હતી. ઝાલોદના વરોડ ટોલનાકા પાસે એક ફોર વ્હીલર ગાડી અને એક મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ પર સવાર બે સગા ભાઈનો ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંન્ને મૃતક ભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.