ઝાલોદના વરોડ પી.એચ.સી.ખાતે બે ટીબી દર્દીને દત્તલ લઈ કીટનુંં વિતરણ કરાઈ

દાહોદ,

પ્રધાનમંત્રીના ટીબી મુકત ભારત 2025 અભિયાન અંતર્ગત આજરોજ દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જીલ્લા પંચાયત દાહોદ આરોગ્ય શાખાના ડીસ્ટ્રિક્ટ સેનેટરી ઇસ્પેક્ટર ટી.એસ.અમલિયાર દ્વારા નિક્ષય મિત્ર બની બે (2)ટીબીના દર્દીઓને દત્તક લઈને પોષણ કીટ વિતરણ કરવામાં આવી. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહેલ હતો.

આમ, પ્રધાનમંત્રીના ટીબી મુકત ભારત2025 અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદ રૂપ થાય.