દાહોદ, દાહોદ જીલ્લાના લીમડી-લીમખેડા રોડ પર ઝાલોદ તાલુકાના વાંકોલ પુલ નજીક માતેલા સાંઢની જેમ ધસમસતી આવતી ટ્રકે આગળ જતી મોટર સાયકલને પાછળથી ટક્કર મારતાં સર્જાયેલા મખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
એક ટ્રક ચાલક ગતરોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે પોતાના કબજાની આરજે-03-જીએ-7766 નંબરની રાજસ્થાન પાસીંગની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લીમડીથી લીમખેડા તરફ લઈ જઈ વાંકોલ પુલ નજીક આગળ જઈ રહેલી ડુંગરી તરફથી આવતી જીજે-20-એડી-3669 નંબરની ડ્રીમ યુગા મોટર સાયકલને પાછળથી જોશભેર ટક્કર મારી પોતાના કબજાની રાજસ્થાનન પાસીંગની ટ્રક સ્થળ પર મૂકી અંધારાનો લાભ લઈ નાસી જતાં ડ્રીમ યુગા મોટર સાયકલના ચાલક ઝાલોદ તાલુકાના પેથાપુર ગામના ગામતળ ફળિયામાં રહેતા 26 વર્ષીય નીતીનભાઈ બળવંતભાઈ લબાનાને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરવામાં આવે તે પહેલાં જ તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ સંબંધે મરણ જનરા બાઈક ચાલક નીતીનભાઈ લબાનાના પિતા બળવંતભાઈ બસરામભાઈ લબાનાએ લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ટ્રકના ચાલક વિરૂધ્ધ ઈપિકો કલમ 279, 304(અ), તથા એમ.વી.એક્ટ કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.