દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.
આજરોજ સીમલખેડી ગામેથી મંદિરની આગળ કોઈ અજાણી મહિલા દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે મંદિરની બહાર જીવીત હાલતમાં નવજાત બાળક મુકી નાસી ગઈ હતી. અહીંથી પસાર થતાં લોકોને બાળકનો રડવાનો અવાજ સંભળાતાં સ્થાનીક લોકો મંદિર તરફ દોડી આવ્યાં હતાં અને આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે નવજાત બાળકને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડી નવજાત બાળકને મુકી ફરાર થઈ ગયેલ અજાણી માતા વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.