દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદના પડી મહુડી રોડ પર દારૂલમ સામે આવેલ નસીફ મટન શોપના મકાનમાં ઝાલોદ પોલીસે ઓચિંતો છાપો મારી ક્રૂરતાપૂર્વક કતલ કરેલ હાલતમાં એક બળદ તેમજ એક જીવિત બળદ સ્થળ પરથી પકડી પાડી સાથે સાથે પશુ કતલ કરવાના કુહાડી, છરા, છરીઓ, ઈલેક્ટ્રીક કટર મશીન વગેરે પકડી પાડી સ્થળ પરથી ઝાલોદના ત્રણ ખાટકીઓની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ઝાલોદના પડીમહુડી રોડ પર દારૂલમ સામે આવેલ નસીફ મટન શોપના મકાનમાં ગૌવંશની કતલ કરાતી હોવાની ગુપ્ત બાતમી ઝાલોદ પોલીસને ગત રાતે મળી હતી. જે બાતમીને આધારે ઝાલોદ પોલીસે ગત મધરાત બાદ આજરોજ સવારે ચાર વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ પડીમહુડી રોડ પર દારૂલમ સામે આવેલ નસીફ મટન શોપના મકાનમાં ઓચિંતો છાપો મારતા પોલીસ ત્યાંના દ્રશ્યો જોઈ ચોકી ઉઠી હતી. જેમાં ઝાલોદ સહલ નગર સોસાયટીમાં રહેતા ઈરફાન મોહમ્મદ સાઠીયા, ઝાલોદ ટીંબી ફળિયાના રિઝવાન રજાકભાઈ ટીમીવાલા તથા ઝાલોદ ટીંબા ફળિયાના મુસ્તાક ઈસુફ શેખ એમ ત્રણેય જણા ભેગા મળી ઘાસચારાની સગવડ રાખ્યા વિના એક ગૌવંશ બળદને પગે ટુકુ દોરડુ અત્યંત ક્રૂરતા પૂર્વક બાંધી રાખી તેને ક્રૂરતાપૂર્વક ગળાના ભાગેથી કાપીને તેના માસનુ વેચાણ કરવા સગે વગે કરતા નજરે પડતા પોલીસે ઉપરોક્ત ત્રણેય જણાની સ્થળ પરથી ધરપકડ કરી સ્થળ પરથી પશુ કતલ કરવાના છરા છરીઓ કુહાડી તેમજ ઈલેક્ટ્રીક કટર મશીન વગેરેની સાથે સાથે ક્રૂરતા પૂર્વક દોરડાથી બાંધેલ હાલતમાં રૂપિયા 3000/- ની કિંમતનો એક જીવિત ગૌવંશ બળદ તેમજ રૂપિયા 2000/- ની કિંમતનો કતલ કરેલ ગૌવંશ બળદ મળી કુલ રૂપિયા 5000/- નો મુદ્દામાલ પકડી પાડી કબ્જે લઈ પકડાયેલા ઝાલોદના ઉપરોક્ત ત્રણેય જણાઓ વિરૂદ્ધ ગૌ વંશની કતલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ત્રણેયને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે.