ઝાલોદના નાનસલાઈ ગામે પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે બુલેટને ટકકર મારતાં બાઈક સવાર બેને ઇજાઓ

દાહોદ, દાહોદ જી ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામે પેટ્રોલ પંપ પાસે હાઇવે રોડ પર પુરપાટ દોડી આવતી ઇકો ફોરવીલ ગાડી સામેથી આવતી રોયલ એનફિલ્ડ બુલેટને ટક્કર મારી નાસી જતા બુલેટના ચાલક સહિત બે જણાને ગંભીર ઇજાઓ થયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

એક ફોરવીલ ગાડીના ચાલકે તેના કબજાની જીજે-20-એક્યુ-5087 નંબરની ઇકો ફોરવીલ ગાડી રાત્રિના 9:00 વાગ્યાના સુમારે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જઈ નાનસલાઇ ગામે એચપી પેટ્રોલ પંપની પાસે હાઈવે રોડ પર સામેથી આવતી જીજે-20-બીબી-4226 નંબરની રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલને જોશભેર ટક્કર મારી નાસી જતા બુલેટ મોટરસાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા ઝાલોદ માળીની વાડીમાં રહેતા મંથનભાઈ નવીનભાઈ માળીને કમરના ભાગે જમણી બાજુ તેમજ જમણા પગે થાપાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમજ અભિષેકભાઈ નવીનભાઈ મળીને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી બંને ઇજાગ્રસ્ત બંધુઓને સારવાર માટે 108 મારફતે ઝાલોદના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

આ સંબંધે ઝાલોદ માળીની વાડીમાં રહેતા નવીનભાઈ ચીમનલાલ માળીએ ઝાલોદ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઈક્કો ગાડીના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.