
દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મેલણીયા નજીક આઈટીઆઈ પાસે પુરઝડપે આવી રહેલા ટ્રક ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જવા પામ્યો હતો. જોકે, આ બનાવમાં ચાલકનો સદ્દભાગ્ય આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના મેલણીયા નજીક આઈ.ટી.આઈ પાસે પૂર ઝડપે આવી રહેલો ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે સર્જાયેલા અકસ્માતમાં માલસામાન ભરેલો ટ્રક રોડની સાઈડમાં ઉતરી જવા પામ્યો હતો. જોકે, આ બનાવમાં સદભાગ્યે જાનહાની બનવા પામી નહોતો. અકસ્માત બાદ આસપાસના ભેગા થયેલા લોકોએ ટ્રક ને ખાડામાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી આ બનાવ સંદર્ભે કોઈપણ જાતની પોલીસ કારોબારી થવા પામી નથી