
દાહોદ,
જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગ દર્શન હેઠળ યોજાયો ધારાસભ્ય બન્યા બાદ મહેશ ભૂરિયાની અધ્યક્ષતા હેઠળ સૌ પ્રથમ જાહેર પ્રોગ્રામ યોજાયો. ધારાસભ્ય મહેશ ભૂરિયાને આદિવાસી નૃત્ય અને ઢોલ નગારા સાથે આવકારવામાં આવ્યા
ધારાસભ્ય બન્યા બાદ મહેશ ભૂરિયા દ્વારા સૌ પ્રથમ જાહેર પ્રોગ્રામમાં તેમના દ્વારા 11,00,000 માંડલીખુટા સ્કૂલના નવ નિર્માણ માટે, 5,00,000 રૂપિયા ચોખ્ખા પાણી માટે, 5,00,000 સ્કૂલ માટે આર.સી.સી રોડ માટે રકમ જાહેરાત કરવામાં આવી તેમજ સ્કુલને જોડતા રસ્તાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. મહેશ ભૂરીયા દ્વારા વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આરોગ્ય માટે ધનવંતરી રથ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત રૂપે અલગ અલગ રકમનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સહુ લોકો માટે જમવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.