ઝાલોદના મહુડી ગામે 12 વર્ષીય તરૂણીને દાદીએ બરડામાં ધોલ મારતાં ધરે જઈ બેભાન થતાં સારવાર અર્થે ખસેડતા મૃત જાહેર કરાઈ

દાહોદ,

ઝાલોદ તાલુકાના મહુડી ગામે ચારેલ ફળિયામાં છોકરાઓ સાથે રમી રહેલી 12 વર્ષીય તરૂણીને કુહાડી લઈ જવાના મામલે તેની દાદીએ બરડામાં બે ધોલ મારતાં રડતી રડતી ઘરે જતી રહેલ અને અચાનક બે ભાન થઈ જતાં તેને દવાખાને લઈ જતાં ફરજ પરના તબીેબે તપાસી તેને મૃત્ત જાહેર કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ઝાલોદ તાલુકાના મહુડી ગામે ચારેલ ફળિયામાં રહેતી 40 વર્ષીય સુમલીબેન કનુભાઈ સુરપાળભાઈ ચારેલની ભત્રીજી 12 વર્ષીય નિરાલીબેન રાજુભાઈ ચારેલ ગતરોજ બપોરના પોણો વાગ્યાના સુમારે ફળીયામાં છોકરાઓ સાથે રમતી હતી. તેવમાં નિરાલીબેનની દાદી લાલીબેન રામાભાઈ ચારેલ ત્યાં આવી હતી અને ફળિયાના છોકરાઓ સાથે રમી રહેલી નિરાલીબેનની તું મારી કુહબાડી લઈ ગયેલ છે તેમ કહી નિરાલીના બરડાના ભાગે બે ધોલ મારતા નિરાલી રડતી રડતી તેના ઘરે જતી રહી હતી અને ઘરે ગયા બાદ તે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેના ઘરના માણસો ઘભરાઈ ગયા હતા અને નજીકની હોસ્પિટલમાં તેને બેભાન અવસ્થામાં જ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલના ફરજ પરના તબીબે તપાસી નીરાલીને મૃત્ત જાહેર કરી હતી.

આ સંબંધે મરણજનાર નિરાલીના કાકી સુમલીબેન કનુભાઈ સુરપાળભાઈ ચારેલે ઝાલોદ પોલીસ સ્ટેશને લેખીત જાણ કરતા પોલીસે આ મામલે સી.આર.પી.સી. 174 મુજબ પ્રાથમીક તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.