ઝાલોદના મહુડી ગામના આધેડ વોટસએપથી વિડીયો કોલ કરી ન્યુડ ફોટો બનાવી વાયરલની ધમકી આપી 21.49 લાખની ઓનલાઈન ઠગાઈ

દાહોદ, ચાર જેટલા જેટલા ભેજાબાજોએ એકબીજાના મેળાપીપણામાં ઝાલોદ તાલુકાના પડી મહુડી ગામના 46 વર્ષીય આધેડને વોટ્સએપથી વીડીયો કોલ કરી ન્યુડ ફોટા બનાવી મોકલી આપી વાયરલ કરવાની દમકી આપી આધેડ પાસેથી રૂા. 21,499 બળજબરીપુર્વકથી ઓન લાઈન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી ઠગાઈ કર્યાનું જાણવા મળે છે.

ગત તા.06.01.2023ના રોજના રોજ રાતના સાડા સાત વાગ્યાથી તારીખ 10.01.2023 દરમ્યાન મોબાઈલ નંબર પરથી ઝાલોદ તાલુકાના પડી મહુડી ગામના 46 વર્ષીય રમેશભાઈ ફુલાભાઈ કલારાને વોટ્સએપ એપથી વીડીયો કોલ કરી તેમનો ન્યુડ ફોટો બનાવી તે ન્યુડ ફોટો રમેશભાઈ ભુરાભાઈ કલારાને મોકલી આપી વાયરલ કરવાની ધમકી આપી વાયરલ કરવાની ધમકી આપી હતી. બ્લેકમેલ કરી એક મોબાઈલ નંબર પરથી દિલ્હી પોલીસ વિક્રમ ગોસ્વામી બોલુ છું તેમ જણાવ્યું હતું અને બીજો નંબર આપ્યો હતો. જ્યારે અન્ય એક ફોન પરથી ફોન કરી યુ ટ્યુબમાંથી તૃષાર શર્મા બોલુ છું, તેમ કહેલ તેમજ અન્ય એખ નંબર આપી એકબીજાના મેળાપીપણામાં રમેશભાઈ કલારાને ફોટો તથા વીડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂા. 21,499 ઓનલાઈન બળજરીપુર્વક ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી.

આ સંબંદે રમેશભાઈ ભુરાભાઈ કલારાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.