ઝાલોદના લીમડી વિસ્તારમાં દારૂની હેરાફેરીમાં ઉપયોગ લીધેલ કાર અને દારૂ મળી 6.26 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી વિસ્તારમાં રૂપાખેડા તેમજ સુથારવાસા ગામેથી રહેણાંક મકાન તેમજ વાહન મારફતે હેરાફેરી પરીવહન દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ સ્વીફ્ટ ગાડી મળી કુલ કિંમત રૂા.6,26,800નો મુદ્દામાલ દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિત વિવિધ ગુન્હાઓમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લા પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે ડામોર ફળિયામાં રહેતાં શૈલેષભાઈ નરસિંગભાઈ ડામોરના રહેણાંક મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી તેના રહેણાંક મકાન માંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.384 કિંમત રૂા.48,480નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યા હતો. જ્યારે લીમડી વિસ્તારમાં પોલીસની નાકાબંધી દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે એક ફોર વ્હીલર ગાડીની ઉભી રાખી ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.216 કિંમત રૂા.28,320નો પ્રોહી મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.