
દાહોદ,દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નજીક આવેલ માછણનાળા ડેમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાની હાલ સુધી ઓળખાણ થવા પામી નથી. ત્યારે મહિલા ક્યાંની છે ? અને તે અહીં કેવી રીતે આવી પહોંચી ? અને તેને આત્મહત્યા કરી હશે કે હત્યા કરવામાં આવી હશે ? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.

આજરોજ લીમડી નજીક આવેલ માછણનાળા ડેમમાં એક અજાણી મહિલાનો મૃતદેહ નજરે પડતાં સ્થાનીકો દ્વારા આ મામલે સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનીક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મહિલાના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ત્યારે ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. મહિલાની હાલ સુધી ઓળખાણ થવા પામી નથી. ત્યારે પોલીસ દ્વારા મહિલાની ઓળખાણ છતી કરવા માટે તપાસ હાથ ધરી છે. મહિલા ક્યાંની હશે ? તે અહીં કેવી રીતે આવી પહોંચી ? તેને આત્મહત્યા કરે પછી કોઈએ તેની હત્યા કરી દીધી ? વિગેરે તમામ પાસાઓ ઉપર પોલીસે તપાસ હાથ ધરી છે.