દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી મોબાઈલ ચોરીની ઘટના બની હતી. જે ઘટનાને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોર ઈસમને ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
થોડા દિવસો પહેલાં લીમડી નગરમાંથી એક મોબાઈલ ચોરીની ઘટના બની હતી અને આ મામલે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ લીમડી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી હ્યુમન ઈન્ટીલીજેન્ટ સોર્સના માધ્યમથી મોબાઈલ ચોર ઈસમ રાકેશભાઈ કાળુભાઈ સંગાડા (રહે. કાળી મહુડી, પુનિયા ફળિયું, તા. ઝાલોદ, જી.દાહોદ)ને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.