ઝાલોદના લીમડી નગરમાં ધરને નિશાન બનાવી તસ્કરોએ સોના-ચાંદી દાગીનાની ચોરી કરી


દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા.90,000ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.01મી નવેમ્બરના રોજ લીમડી નગરમાં પ્રજાપતિ વાસમાં રહેતાં રમણભાઈ લખાભાઈ પ્રજાપતિના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના આગળના ભાગનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકી રાખેલ લોખંડની તિજોરી તોડી તિજોરીમાં મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના જેમાં ચાંદીના છડા બે જોડ, ચાંદીનો એક સિક્કો, સોનાનું મંગળસુત્ર નંગ. 1, સોનાની વીટી નંગ. 1, સોનાની વીટી નંગ. 1, સોનાની કાનની બુટ્ટી નંગ. 2, સોનાની સેલર નંગ. 2, સોનાની નાકની વાળી નંગ. 1 મળી આશરે 4 તોલા વજનના જુના આશરે કુલ કિંમત રૂા. 90,000 ની મત્તાની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રમણભાઈ લખાભાઈ પ્રજાપતિએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.