દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામે યોજના ફારસરૂપ થઈ છે. જેમાં 150 થી વધુ ઘરોના લોકો માત્ર ગામમાં આવેલ એક કૂવામાંથી પાણીનો વપરાશ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે સરકારની મોટી મોટી ગુલબાંગો કરતા અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોની પોલ ખુલી જવા પામી છે.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. હાલ જ્યારે કાળજાળ ગરમી છે. ત્યારે લોકોને પાણી માટે ભારે વલખા મારવા પડી રહ્યા છે, તેમાં એક ગ્રામીણ લોકો વપરાશના હેતુસર, ખેતી કામ માટે મોટાભાગે કેનાલ, કુવા તેમજ નદીના પાણીનો સહારો લેતા હોય છે. ત્યારે સરકાર દ્વારા કરીને ગ્રામીણ વિસ્તારોને પાણી પુરવઠો મળી રહે તે માટે નળશે જળ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ દાહોદ જીલ્લામાં આ કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનું પ્રતિક થઈ રહ્યું છે. દાહોદ જીલ્લાના અને ગામોમાં માત્ર નડશે જળ યોજનાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી માત્ર સ્થળ પરજ સીમિત છે. માત્ર નળો ફિટ કરી દેવાની કામગીરી કરવામાં આવી રહી છે અને નળમાં અત્યાર સુધી પાણી ન આવતા લોકોમાં ભારે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જ એક નજારો ઝાલોદ તાલુકાના લીલવા દેવા ગામનો સામે આવ્યો છે. જેમાં આ ગામમાં નળશે જળ યોજના કામગીરી માત્રને માત્ર કાગળ પર જ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. આ ગામમાં અંદાજે 150 થી વધુ મકાનમાં લોકો વસવાટ કરે છે અને આ કામમાં માત્ર એક કૂવો છે. ત્યારે ગામના લોકો માત્ર એક કુવા પર નિર્ભર રહેતા આવ્યા છે. આ ગામમાં પાણી માટે લોકો ભારે વલખા મારી રહ્યા છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા લીલવા દેવા ગામે પાણીની સુવિધા પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી ગ્રામજનોમાં ઊઠવા પામી છે.