ઝાલોદના કસ્બા વિભાગમાં રહેણાંક મકાન માંંથી 80 કિલો માંસનો જથ્થો અને એક જીવત ગૌવંશને બચાવી

દાહોદ જીલ્લાના ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં એસઓજી અને એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં છાપો મારી પોલીસે અંદાજીત 70થી 80 કિલો માંસનો જથ્થા સાથે એક જીવત ગૌવંશને બચાવી લેવામાં આવ્યાં હતા. ત્યારે પોલીસે ત્રણ ઈસમોની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળે છે.

દાહોદ એસઓજી પોલીસ અને એલસીબી પોલીસને મળેલ બામતીના આધારે ગતરોજ ઝાલોદના કસ્બા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં મળેલ બાતમીના આધારે ઓચિંતો છાપો મારી પોલીસ દ્વારા મકાનમાંથી અંદાજે 70થી 80 કિલો માંસનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ એક ગૌવંશને પણ જીવીત કબજે કરવામાં આવ્યાં હતાં. પોલીસે ઝડપેલ માંસનો જથ્થો પૃથ્થકરણ માટે મોકલી આપ્યો છે. ત્યારે પૃથ્થકરણના રિપોર્ટમાં આ માંસનો જથ્થો ગૌ માંસનો છે કે, કેમ તે તપાસમાં બહાર આવશે ત્યારે ખબર પડશે કે, આ માંસનો જથ્થો ગૌ માંસનો છે કે નથી.