ભાજપના યશશ્ર્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે (વર્ચ્યુઅલ માધ્યમથી) અને લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં 13 હજાર થી વધુ સ્વ-સહાય જૂથની 1 લાખ 30 હજાર થી વધુ મહિલાઓને રૂ.250 કરોડ થી વધુની વિવિધ સહાયનો નારી શક્તિ વંદના કાર્યક્રમ ઝાલોદ વિધાનસભામાં મહેશભાઈ ભુરીયાની અધ્યક્ષતામાં યોજાયો.
આ કાર્યક્રમમાં ઝાલોદનાં ગુરૂ ગોવિંદ ધામ-કંબોઈ ખાતે લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા ઉપસ્થિત રહી સૌ બહેનોને સહાયના ચેક વિતરણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સદસ્ય લલીતભાઈ ભુરીયા, કૃષ્ણરાજ ભુરીયા, સુનિલભાઈ હઠીલા,કારોબારી ચેરમેન નિલેશભાઈ પરમાર,ટી.ડી.ઓ ઝાલોદ,તાલુકા પંચાયતના સદસ્યો ,વિવિધ ગામના સરપંચો ,પાર્ટીના હોદ્દેદારો,કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યાના સૌ માતાઓ-બહેનો ઉપસ્થિત રહ્યેલ હતા