ઝાલોદ, ઝાલોદ તાલુકામાં ગરીબ લાભાર્થી પરિવારોને દુકાનદારો દ્વારા સરકારના નિયમ પ્રમાણે અનાજ વિતરણ કરાતુ ન હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને ગાંધીનગરથી પુરવઠા વિભાગની ટીમ દ્વારા તપાસ આદરી હતી. જેમાં ચિત્રોદીયા, ચાંકલીયા-3, રળિયાતી ગુજજર, નિમેચ, વરોડ અને ઝાલોદની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન લાભાર્થીઓને જથ્થો આપ્યો ન હોવાનુ બહાર આવતા ઝાલોદની કોળિવાડા વિસ્તારની દુકાનનો જથ્થો સીઝ કરીને કાર્યવાહી કરાઈ છે. તેમજ અન્ય 4 દુકાનો પર આકસ્મિક તપાસ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઝાલોદ તાલુકાના છેવાડાના ગામોમાં દુકાનદારો દ્વારા સરકાર દ્વારા નકકી કરેલા નિયમ પ્રમાણે બોર્ડ-બેનરો તેમજ અનાજ વિતરણમાં કટકી કરતા હોવાને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી.