ઝાલોદના કાળીમહુડી ગામે ટે્કટરની ટકકરે બાઈક સવાર બે વ્યકિતઓ પૈકી એકનુ મોત


દાહોદ,
ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામના વાલસીંગ ધિરાભાઈનો ભત્રીજો જીતુભાઈ તથા કુટુંબી ભાઈ મનુ નિનામાનો છોકરો જીગર બંને જણા ધરેથી બાઈક લઈને કતવાળ ગામે ચાંદલાવિધિ પતાવી પરત આવતા હતા દરમિયાન સાંજના બિયામાળી પાસે સામેથી આવતા ટે્કટરના ચાલક બાઈકને સામેથી ટકકર મારતા જીતુ તથા જીગર બંને જણા ફંગોળાઈ ગયા હતા. જેમાં જીતુભાઈ ફજાભાઈ નિનામાને માથામાં તથા ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનુ મોત નીપજયું હતુ. જયારે જીગરભાઈને જમણા પગે ફે્કચર તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત કરી અજાણ્યો ટે્કટર ચાલક પોતાના કબ્જાનુ વાહન લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના કાકા વાલસીંગભાઈ ધિરાભાઈ નિનામાએ અજાણ્યા ટે્કટર ચાલક વિરુદ્ધ ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.