ઝાલોદના કાળી મહુડી ગામે ઈકો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે એક ઈકો ફોર વ્હીલર અને એક મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા આ માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગતરોજ રાત્રીના સમયે ઝાલોદના કાળીમહુડી ગામે એક ઈકો ફોર વ્હીલર ગાડી અને એક મોટરસાઈકલ સામસામે આવી જતાં બંન્ને વાહનો વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. પોલીસે 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે મૃતક મોટરસાઈકલ ચાલકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યાં હતાં. મોટરસાઈકલના ચાલકનું મોત નીપજતાં મૃતક યુવકના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધવાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.