ઝાલોદના કાળા પીપળ ગામે ઢોર ચરાવવા માટે મારામારી થતાં 6 વ્યકિતને ઈજાઓ

દાહોદ, ઢોર ચરાવવાના મામલે ઝાલોદ તાલુકાના કાળા પીપળ ગામે થયેલ મારામારીમાં લોખંડની પાઈપ તથા લાકડીઓ ઉછળતાં બંને પક્ષના મળી કુલ છ જેટલી વ્યક્તિઓને ઈજાઓ થતાં બંને પક્ષો દ્વારા પોલીસમાં સામસામે ફરિયાદ કરાયાનું જાણવા મળ્યું છે.

કાળા પીપળ ગામના રમણભાઈ લીમાભાઈ ભુરીયા પરમ દિવસે બપોરે તેના ગામના તિરૂભાઈ મનસુખભાઈ ભુરીયાના મકાઈના ખેતરમાં ઢોર ચરાવતો હબોઈ તેને તિરૂભાઈએ ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા રમણભાઈ ભુરીયા તેના ઘરે જઈતેના છોકરાઓને બોલાવી લાવ્યો હતો રમણભાઈના છોકરા પ્રવીણભાઈએ તિરૂભાઈને ગાળો બોલી તું મારા પિતાને ઢોર કેમ ચારવા દેતો નથી. તેમ કહેતા તિરૂભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતાં પ્રવીણભાઈ ભુરીયા ઉશ્કેરાયો હતો અને તેના હાથમાંની લોખંડની પાઈપ કપાળમાં મારી કપાળ લોહીલુહાણ થઈ જવા પામ્યું હતું. તેમજ રમણભાઈ લીમાભાઈ ભુરીયાએ જમણા ખભા પર લાકડી મારી દેતા તિરૂભાઈએ બુમાબુમ કરી મૂકતા રમણભાઈ, પ્રવીણભાઈ તથા સુક્રમભાઈ જતચા રહ્યા હતા અને બીજા દિવસે કાજુભાઈ તથા સુનીતાબેન મારમારવા બાબતે પુછવા જતાં સુક્રમભાઈએ હાથમાં પથ્થર લઈ સુનીતાબેનને માથામા ડાબી બાજુ મારી દેતાં સુનીતાબેન નીચે પડી જતાં તેને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે કાળાપીપળ ગામે રહેતા તિરૂભાઈ મનસુખભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ચાકલીયા પોલીસે પોલીસે ઈપીકો કલમ 323, 324, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આળની કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતની અદાવત રાખી તિરૂભાઈ મનસુખભાઈ ભુરીયા, કાજુભાઈ મનસુખભાઈ ભુરીયા, અંકુરભાઈ સોમાભાઈ ભુરીયા તથા સુનીતાબેન કાજુભાઈ ભુરીયા હાથમાં લાકડીઓ લઈ સુક્રમભાઈ ઘર તરફ આવી તમો અમારા ખેતરમાં ઢોરો ચરાવો છો અને ના પાડીએ તો અમારી સાથે મારામારી કરો છો તેમ કહી બેફામ ગાળો બોલી કાજુભાઈ ભુરીયાએ પ્રવીણભાઈના માથામાં લાકડી મારી ઈજા કરતા તેમજ તેને છોડાવવા વચ્ચે પડેલ સુક્રમભાઈ તથા રમણભાઈને લાકડીઓ વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સંબંધે સુક્રમભાઈ રમણભાઈ ભુરીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ચાકલીયા પોલીસે ઈપિકો કલમ 323, 324, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.