ઝાલોદના કદવાળ ગામે પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પત્નિએ પોતાના પ્રેમી સાથે મળી પોતાના પતિનું કાસણ કાઢવા માટે પતિને બંન્ને પ્રેમી, પંખીડાએ લોખંડની પાઈપના ઘા માથાના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી પતિને મોતને ઘાટ ઉતારી દીધાં બાદ પતિના મૃતદેહને કદવાલ ગામે બંગલાવાળી નદીના કોતરના પટમાં નાંખી બંન્ને પ્રેમી, પંખીડા સહિત અન્ય એક સાગરીત મળી ત્રણેય જણા નાસી જતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે પોલીસે ત્રણેયની શોધખોળનો આરંભ હાથ ધર્યો છે.

ઝાલોદ તાલુકાના કદવાળ ગામે મોટા ફળિયામાં રહેતાં અને હાલ અમદાવાદ ખાતે રહેતાં અંકિત બાબુભાઈ સંગાડાના લગ્ન પોતાના ગામ એટલે કે, કદવાલ ગામે મોટા ફળિયામાં રહેતાં પુજાબેન સાથે થયાં હતાં. લગ્ન જીવન દરમ્યાન પુજાબેનને ગામમાં રહેતાં દેવરાજભાઈ ઉર્ફે જેલુ મહેશભાઈ સંગાડા સાથે આંખ મળી ગઈ હતી અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ શરૂં થઈ ગયો હતો. બંન્નેના પ્રેમ સંબંધ વચ્ચે પુજાબેનના પતિ અંકિત આવતાં હોય દેવરાજભાઈ ઉર્ફે જેલુભાઈએ અને પુજાબેને તેમની વચ્ચેનો કાંટો કાઢી નાંખવા માટે અંકિતને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડી નાંખ્યો હતો ત્યારે ગત તા.18મી મેના રોજ રાત્રીના દશેક વાગ્યાના આસપાસ દેવરાજભાઈ ઉર્ફે જેલુભાઈ તથા તેની સાથે તેનાજ ગામમાં રહેતો ભુમિતભાઈ ભેદીએ અંકિતભાઈને ઘરેથી ટેલીફોન કરી કદવાળ ગામે બંગલાવાળી નદી કોતરના ભાગે બોલાવ્યાં હતાં. અંકિતભાઈ રાત્રીના સમયે સ્થળ પર ગયાં હતાં અને ત્યાં દેવરાજભાઈ ઉર્ફે જેલુભાઈ, ભુમિતભાઈ તથા અંકિતભાઈની પત્નિ પુજાબેનએ અંકિતભાઈના માથાના ભાગે લોખંડની પાઈપના ફટકા મારી, માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી અંકિતભાઈને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં ત્યાર બાદ મૃતક અંકિતભાઈના મૃતદેહને નદીના પટ પર મુકી ઉપરોક્ત ત્રણેય ઈસમો ફરાર થઈ ગયાં હતાં. વહેલી સવારે ઘટનાની જાણ સ્થાનીક લોકોને થતાં ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે મૃતક અંકિતભાઈના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે મૃતક અંકિતભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

આ સંબંધે મૃતક અંકિતભાઈના પિતા બાબુભાઈ સળીયાભાઈ સંગાડાએ ઝાલોદ પોલીસ મથકે ઉપરોક્ત ત્રણે ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.