દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીથી ડુંગરી તરફ મોટર સાયકલ પર જઈ રહેલા 25 વર્ષીય યુવાનની મોટર સાયકલને ઝાલોદ તાલુકાના કચુંબર ગામે અજાણ્યું વાહન ટક્કર મારી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 25 વર્ષીય યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ તાલુકાના ડુંગરીયા મના ગેગદીયા ફળીયામાં રહેતા 25 વર્ષીય દીપકભાઈ મડીયાભાઈ ડામોરે ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે તેની મોટર બજાર પલ્સર મોટર સાયકલ લઈને લીમડીથી ડુંગરી તરફ આવતો હતો તે વખતે કચુંબર ગામે આવતા પુરપાટ દોડી આવેલ અજાણ્યું વાહન દીપકભાઈ ડામોરની બજાજ પલ્સર મોટર સાયકલને જોશભેર ટક્કર મારી નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલ દીપકભાઈ ડામોરને માથાના ભાગે તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ સંબંધે ડુંગરી ગામના ગેગદીયા ફળીયામાં રહેતા રણજીતભાઈ સુરતાનભાઈ ડામોરે નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ઈપિકો કલમ 279, 304(અ) તથા એમ.વી.એક્ટ કલમ 177, 134, 184 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.