ઝાલોદના ગરાડુ ગામે યુવકની ઝાડ ઉપર લટકતો મૃતદેહ મળી આવતાં ચકચાર

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે એક યુવકની ઝાડ ઉપર લટકતી હાલતમાં લાશ મળી આવતાં પંથકમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

ઝાલોદના ગરાડુ ગામે તળાવ ફળિયામાં રહેતાં દિનેશભાઈ મતાભાઈ મુનીયાની ગતરોજ ગરાડુ ગામમાં જાન મારીયાનો મેળો ભરાય છે. ત્યાંથી થોડે દુર ડુંગરામાં એક ઝાડ પરથી લટકતી હાલતમાં લાશ મળી આવતી હતી. ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે રવાના કરવામાં આવ્યાં હતાં ત્યારે યુવકે આત્મહત્યા કરી કે પછી કોઈકે તેની હત્યા કરી હશે ? જેવી અનેક ચર્ચાઓ વચ્ચે સ્થાનીક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.