દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાનાં ડુંગરી ગામે રોડ પર એસટી બસ અને મોટરસાઈકલ ચાલક વચ્ચે અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકને ગંભીર ઇજાઓ તતાં તેનું સ્થળ પર મોત થયું હતું. એક એસટી બસનો ચાલક સાડા સાત વાગ્યાના સુમારે તેના કબ્જાની જીજે. 18 ઝેડ. 5801 નંબરની એસટી બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી ડુંગરી ગામે રોડ પર સામેથી આવતી ઝાલોદ તાલુકાનાં પીપળીયાના નિશાળ ફળિયામાં રહેતા લલીતભાઈ રમણભાઈ અમલીયારની કબ્જાની બસ લઇ નાસી જતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઈકલ ચાલક ચાલક લલીતભાઈ રમણભાઈ મો.સયાકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતા ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ લીમડી પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક લલીતભાઈ અમલીયારની લાશનો કબ્જોા લઇ પંચો રૂબરૂ પંચનામું કરી પીએમ માટે મૃતક લલીતભાઈ અમલીયારની લાશને લીમડી સરકારી દવાખાને મોકલી લીમડી પોલીસે પીપળીયા ગામના મનજીતભાઈ વાલસીંગભાઈ આમલીયાર નોઁધાવેલી ફરિયાદને આધારે એસટી બસના ચાવક વિરૂદ્ધ ફેરલનોલગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.