ઝાલોદના ડુંગરીમા ઘર કંકાસ અને સાસરીયાઓના ત્રાસથી પિતાએ નીંદર માણી રહેલા પુત્ર-પુત્રીને ગળા દબાવી કાયમ માટે પોઢાવી દીધા, પોતે મરવા ગયો પણ બચી જતા પોલીસ હવાલે.

ઝાલોદ, ઝાલોદ તાલુકા ના ડુંગરી માં ઘર કંકાસ અને સાસરીનાં ત્રાસ થી નિર્દોષ બાળકોની પિતાએ જ હત્યા કરી નાખી હતી. પોતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિવારજનો જોઈ જતા તેને બચાવી લેતા હાલ લીમડી પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલોદ તાલુકા નાં ડુંગરી ગામ નાં ભુરીયા ફળિયામાં રહેતા ભુરસીંગભાઈ ડાંગી તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભુરસીંગભાઈ અને તેમના પત્ની અલ્પાબેન વચ્ચે અવારનવાર ઝગડા થતા રહેતા હતા. ઘણી વાર તેમની સાથે ઝગડો કરીને પોતાના પિયર ગુલતોરા ગામે જતા રહેતા હતા. ત્યારે ભુરસીંગ ભાઈ તેમની સાસરીમાં તેમને લેવા માટે ગયા તો ત્યાં તેમના સાળા અને સાસુ વચ્ચે બોલાચાલી પણ થતી હતી. જેમાં ભુરસીંગ ભાઈ ને અવારનવાર તેમની સાસરી વાળા ત્રાસ આપતા હતા.

જેને પગલે ઘરસંસાર અને સાસરી નાં ત્રાસ થી કંટાળેલા ભુરસીંગભાઈ ગઈ ગત રાત્રીના પોતાના હાથે સ્યુસાઈડ નોટ લખી અને ત્યારબાદ પોતાના હાથે જ પોતાના વ્હાલસોયા બાળકો જેમાં મોટી દીકરી પ્રતીક્ષા ઉ.વ.12 અને તેનાથી નાનો જયરાજ જેની ઉ.વ 7 બંને રાત્રી નાં સુતા હતા તે દરમિયાન બંને નું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારે ભુરસીંગભાઈ એ જાતે પણ કંટાળીને ઘર નજીક આવેલા વૃક્ષ ઉપર દોરડા વડે ગળે ફાંસો ખાવા નો પ્રયાસ કરયો હતો પરંતુ તે ભુરસીંગના ભાભી કુદરતી હાજતે જતા તેને જોઈ જતા તેને પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસ ને જાણ કરતા પોલીસ આવી જતા પોલીસે હત્યારા પિતા ભુરસીંગ ને ઝડપી પાડયો હતો અને બંને બાળકોના મૃતદેહ ને ફોરેન્શિક અધિકારી અને પેનલ ડોકટર દ્વારા પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.

ભુરસિંગ અને અલ્પાને ત્રીજો પુત્ર પણ છે, પરંતુ તે તેના ભાઈને દત્તક આપેલો હોવાનું જાણવા મળ્યુ છે. દત્તક આપેલો હોવાથી હત્યારાએ તેને છોડી દીધો હતો.આમ આ બાળક પણ દત્તક આપેલો ન હોત તો આજે તેની પણ હત્યા કરી નાખવામા આવતી.