ઝાલોદ, ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ચાંદલા વિધિના રૂપિયા બાબતે દંપતિ વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ 25 વર્ષિય પત્નિને ગળામાં દોરડું વિંટાળી ગળે ટુંપો દઈ મોતને ધાટ ઉતાર્યાના મતલબની પોલીસ ફરિયાદ નોંધાતા લીમડી પંથકમાં ચારે ચકચાર મચી જવા પામી છે.
ઝાલોદ તાલુકાના કચુંબર ગામના આમલા ફળિયાની 25 વષિૈય નીતાબેન કલાસવાના લગ્ન ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના ધાટી ફળિયામાં રહેતા સંજયભાઈ નુરજીભાઈ વગીલા સાથે રિતી રિવાજ મુજબ થયા હતા. તા.30ના રોજ નીતાબેન સાથે તેના પતિ સંજયભાઈને ચાંદલા વિવિધના રૂ.5 હજાર બાબતે ઉગ્ર બોલાચાલી થઈ ઝધડો થયો હતો. તે દરમિયાન સંજયભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગુસ્સામાં આવી નજીકમાં પડેલ દોરડું ઉઠાવી પતિન નીતાબેનના ગળામાં તે દોરડું વિંટાળી ગળે ટુંપો દઈ પત્નિ નીતાબેનને મોતને ધાટ ઉતારી દીધી હતી. આ સંબંધે મરણ જનાર નીતાબેનના કચુંબર ગામે રહેતા મોટાભાઈ વિરેશભાઈ જોખનાભાઈ કલાસવાએ નોંધાવેલ ફરિયાદના આધારે લીમડી પોલીસે ડુંગરી ગામના સંજયભાઈ નુરજીભાઈ વગીલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.