ઝાલોદના ધાવડીયા ગામે યુવતિના મોબાઈલ માંથી કોલ રેર્કોડીંગ જાહેર થતાં ઠપકો આપતાં ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે એક 18 વર્ષિય યુવતિના મોબાઈલ ફોનમાં કોઈકનું કોલ રેકોર્ડિંગ જાહેર થયેલ હોવાથી યુવતિના પિતાએ યુવતીને ઠપકો આપતાં યુવતિને મનમાં લાગી આવતાં યુવતિએ ઉંદર મારવાની દવા પી જતાં સારવાર દરમ્યાન યુવતિનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

ગત તા.13મી જુનના રોજ ઝાલોદ તાલુકાના ભુરીઘાંટી ફળિયામાં રહેતાં 18 વર્ષિય અમીતાબેન દિનેશભાઈ કલારાના મોબાઈલ ફોનમાં કોઈકનું કોલ રેકોર્ડિંગ જાહેર થયેલ હોવાને કારણે તેણીને તેના પિતા દિનેશભાઈ રમેશભાઈ કલારાએ ઠપકો આપ્યો હતો. ત્યારે પિતાના ઠપકાથી અમીતાબેનને મનમાં લાગી આવતાં તેણીએ પોતાના ઘરમાં મુકી રાખેલ ઉંદર મારવાની દવા પી ગયાં હતાં. આ અંગેની જાણ અમીતાબેનને પરિવારજનોને થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક અમીતાબેનને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમ્યાન ગતરોજ અમીતાબેનનું મોત નીપજતાં આ સંબંધે દિનેશભાઈ રમેશભાઈ કલારાએ ઝાલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.