દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ગામે તસ્કરોએ એક મકાનમાં ચોરી કરી મકાન માંથી રોકડા રૂપીયા 20 હજાર તેમજ ઓરીજીનલ ડોક્યમેન્ટ વિગેરેની ચોરી કરી લઈ તસ્કરો નાસી જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ગત તા.10મી ઓગષ્ટના રોજ ઝાલોદના ધાવડીયા ગામે ભુરીઘાટી ફળિયામાં રહેતાં દામીનીબેન કલ્યાણસિંહ ભાભોરના મકાનમાં અજાણ્યા તસ્કરો મકાનમાં પ્રવેશ કરી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં મુકી રાખેલ પેટી માંથી રોકડા રૂપીયા 20 હજાર તેમજ દામીનીબેનના ઓરીજીનલ ડોક્યુમેન્ટની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે દામીનીબેન કલ્યાણસિંહ ભાભોર ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.