ઝાલોદના ધાવડીયા ચેક પોસ્ટ પાસે મહિલાના થેલા માંથી 30 હજારના સુકા ગાંજા સાથે ઝડપી

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પરથી પોલીસે એક મહિલા પાસેના થેલામાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ સુકો ગાંજો કિંમત રૂપિયા 30,000 નો મુદ્દામાલ સાથે મહિલાની અટક કરી હોવાનું જાણવા મળે છે.

ગત તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ પોલીસને મળેલ બાટી મીના આધારે ધાવડીયા ચેકપોસ્ટ પર પોલીસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાટી તેમજ અવરજવર કરતા મુસાફરો પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક મહિલા પોતાના હાથમાં થેલો લઈ પસાર થઈ રહી હતી તે સમયે પોલીસે તેની પાસે જઈ વાતચીત કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે તેની પાસેના થેલા ની તલાસી હાથ ધરતા તેમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ભેજ યુક્ત સૂકો ગાંજો જેનું વજન ત્રણ કિલો કિમત રૂા.30,000/-ના જથ્થા સાથે મહિલાની અટક કરી આ સંબંધે ઝાલોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.