દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દાતગઢ ગામના યુવકે પોતાના ગામન છોકરીને ઘરે જવા માટે પોતાની મોટર સાયકલ પર બેસાડી રસ્તામાં તેના ગામની નદીના પુલથી આગળ આવવરૂ જગ્યાએ લઈ જઈ તે છોકરી સાથે શારીરીક અડપલા કરી છેડતી કરતા તે છોકરીએ બુમાબુમ કરી મૂકતાં આજુબાજુના માણસો દોડી આવતાં તે યુવક પોતાની મોટર સાયકલ લઈ નાસી ગયાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ તાલુકાના દાતગઢ ગામની એક છોકરી ગત તા.13-12-2023ના રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે પગપાળા પોતાના ઘરે જતી હતી. તે વખતે તેના જ ગામનો એક યુવક મોટર સાયકલ લઈને ત્યાં આવ્યો હતો અને તે છોકરીને હું ઘરે જાઉ છું તારે ઘરે આવવું છે તો તને પણ સાથે ઘરે લેતો જાઉ તેમ કહી તે છોકરીને પોતાની મોટર સાયકલ પર બેસાડી લાવી દાતગઢ ગામે જંગલ બાજુની અવાવરૂ જગ્યાએ લઈ જઈ તે છોકરી સાથે શારીરીક અડપલા કરી છેડતી કરતાં છોકરીએ એકદમ ગભરાઈ ગઈ હતી અને તેણીએ બુમાબુમ કરી મૂકતાં તે છોકરીની બુમાબુમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવતાં તે લંપટ યુવક પોતાની મોટર સાયકલ લઈ નાસી ગયો હતો.
આ સંબંધે છેડતીનો ભોગ બનેલ પીડીતાએ ચાકલીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે દાતગઢ ગામના યુવક વિરૂધ્ધ છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.