દાહોદ,
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી એક 17 વર્ષીય સગીરાનું એક યુવક દ્વારા અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ગત તા.30મી એપ્રિલના રોજ ઝાલોદ તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરાને દાહોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે રહેતો આકાશભાઈ કિરણભાઈ હઠીલાએ સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં ચાકલીયા ગામેથી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.