દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના આંબા ગામેથી એક મોટરસાઈકલ પર લઈ જવાતો રૂા.27,360ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલ ચાલકની અટકાયત કરી હોવાનું જ્યારે આ વિદેશી દારૂની હેરાફેરમાં સામેલ અન્ય બે વ્યક્તિઓ ફરાર થઈ ગયાં હોવાનું જાણવા મળે છે.
ગત તા.28મી માર્ચના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે આંબા ગામે કાપરી ફળિયા વિસ્તારમાં નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી પિન્ટુભાઈ ગોરસીંગભાઈ હઠીલા (રહે. આંબા, રીછુમરા ફળિયું, તા. ઝાલોદ, જી.દાહોદ)નો તેની સાથેના પિયુશભાઈ હિતેશભાઈ હઠીલા (રહે. આંબા, રીછુમરા ફળિયું, તા. ઝાલોદ, જી.દાહોદ) તથા કમલેશભાઈ ધીરજીભાઈ પલાસ (રહે. બોરવાણી, ખાયા ફળિયું, તા.જી.દાહોદ) ની મદદગારીથી પિન્ટુભાઈ પોતાના કબજાની મોટરસાઈકલ પર પ્રોહી જથ્થો લઈ આંબા ગામેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે દુરથી પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ફિલ્મી ઢબે પિન્ટુભાઈને મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યો હતો અને મોટરસાઈકલ પરથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.216 કિંમત રૂા.27,360ના પ્રોહી જથ્થો કબજે કર્યો હતો. જ્યારે તેની સાથેનો પિયુશભાઈ તેના કબજાની મોટરસાઈકલ લઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. ત્યારે કમલેશભાઈએ આ પ્રોહી જથ્થો પુરો પાડ્યો હોવાની પકડાયેલ ઉપરોક્ત ઈસમે પોલીસ સમક્ષ કબુલાત કરતાં આ સંબંધે લીમડી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.