ઝાલોદ મુસલમાન ધાંચી સમાજ દ્વારા ભવ્ય સમૂહ નિકાહનું આયોજન કરાયું

દાહોદ,તા.10/12/2023 ના રોજ ઝાલોદ મુસલમાન ઘાંચી સમાજ દ્વારા ભવ્ય સમુહનિકાહ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 33 યુગલોએ નિકાહમાં ભાગ લીધો. આણંદના મૌલાના દ્વારા નિકાહ પઢાવામાં આવ્યા. નિકાહ પછી આજરોજ દાંપત્ય જીવનની શરૂઆત કરનાર એક ભાઈ જેમનું નામ ફૈયાજ ડાહ્યા જેના નિકાહના દિવસે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ની પરીક્ષા હોવાથી તે એક દિવસ અગાઉ નિકાહ કરી તરત જ અમદાવાદ બીજા દિવસે પરીક્ષા હોવાથી તે ભાઈ અમદાવાદ જવા રવાના થઈ ગયો હતો અને પરીક્ષા આપી હતી.

મુસ્લિમ સમાજના જમાત ખાનામાં ભવ્ય ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં ઝાલોદ તેમજ સુખસર, ફતેપુરા, કલિંજરા, સંજેલી, સજ્જનગઢ, મોરા, તેમજ આસપાસના ગામોના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં લગ્નમાં જોવા મળ્યા અને આમ સમૂહ લગ્નને લઈને આજરોજ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુસલમાન ઘાંચી સમાજના પંચ કમિટીના હોદ્દેદારો, આગેવાનો અને નવ યુવાનો દ્વારા આયોજનને સફળ બનાવવામાં સાથ સહકાર આપી શાંતિપુર્ણ રૂપે સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું.