ઝાલોદ મોટર સાયકલ ને ઓવરટેકના મામલે બે કોમ વચ્ચે ઝપાઝપી થતાં પોલીસ તંત્ર સક્રિય થતાં નગરમાં શાંતિનો માહોલ

  • પોલીસ તંત્ર દ્વારા નગરમાં શાંતિના જોખમાય તે માટે તાત્કાલિક પગલા લેવાતા પોલીસ તંત્રની કામગીરીને બિરદાવતા નગરજનો.

ઝાલોદ, ઝાલોદ નગરમાં તારીખ 20-06-2023 મંગળવારના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં રથયાત્રા પુરી થયા બાદ નગરની બહાર બે કોમના વ્યક્તિઓ મોટર સાયકલ ઓવરટેકના મુદ્દે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હતી.

સુનિલભાઈ કલસીંગ વસૈયાની ફરિયાદ મુજબ તેમના મિત્ર કાળુ વસૈયા સાથે મોનાડુંગર થી ઝાલોદ આવતા દરમિયાન સાંજે સાત વાગે અનવરપુરા પાસે ગાડી ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થયેલ ત્યાં થી છૂટા પડી આર.ટી.ઓ.ે પાસે આવતા ચા ની લારી પાસે આવતા ફરીવાર બોલાચાલી અને ઝપાઝપી કરી ઝગડો થયેલ આરોપી શાહરૂખ પોતાના ભાઈ ફૈજ ઉર્ફે આકાશને ફોન કરી બોલાવતા આરોપી મોટર સાયકલ લઇ તેના મિત્ર આમિર પઠાણ સાથે આવી ફરિયાદી સુનિલ સાથે ઝગડો કરી આરોપી ફૈજ એ ફરિયાદીને hexo બ્લેડ ડાબા હાથે મારી અને બીજા તેમના સાથીદારો દ્વારા ગડદાપાટુ નો માર મારવામાં આવ્યો હતો અને ફરિયાદીને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર બનાવ બે કોમ વચ્ચે સર્જાતા થોડો સમય નગરમાં અશાંતિ સર્જાય તેમ લાગતું હતું, પરંતુ આ સમગ્ર બનાવમાં પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક સક્રિય થઈ જતાં આરોપીઓને પકડી લેવામાં આવેલ હતા. પોલીસ તંત્ર દ્વારા હજુ ઝીણવટ ભરી તપાસ ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ કામગીરી કરાતા સમગ્ર નગરમાં શાંતિમય વાતાવરણ જોવા મળેલ છે. આ સમગ્ર મામલો રથયાત્રા પુરી થયા બાદ સર્જાઈ હતી તેથી રથયાત્રા સાથે આ બનાવને કોઈ પણ જાતની લેવાદેવા નથી. આખી રથયાત્રા નગરમાં શાંતિ પૂર્વક ઉજવવામાં આવી હતી.