
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામેથી પોલીસે એક અવાવરૂ ખેતરમાં મળેલ બાતમીના આધારે ઓચિંતી તપાસ હાથ ધરતાં ખેતર માંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.14,73,360નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠવ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે ગત તા.23મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદના ડુંગરી ગામે ગેંગદીયા ફળિયામાં એક અવાવરૂં ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં ખેતર માંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.10,152 જેની કુલ કિંમત રૂા.14,73,360નો પ્રોહી જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે આસપાસ તપાસ કરતાં કોઈ ઈસમ મળી આવ્યો ન હતો. આ સંબંધે લીમડી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.