દાહોદ, દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં લીમડીથી લીમખેડા તરફ માર્ગ પર દાહોદ એલ.સી.બી. પોલીસે એક ટ્રકમાંથી રૂા.5,53,500/-ના પ્રોહી જથ્થા સાથે ગાડીના ચાલકની અટકાયત કરી ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂા.15,53,500/-નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.10મી માર્ચના રોજ ઝાલોદ તાલુકાનામાંથી પસાર થતાં લીમડીથી લીમખેડા તરફ જતાં માર્ગ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટ્રક પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે પોલીસે ટ્રકને ઉભી રખાવી ગાડીના ચાલક રમેશભાઈ ધુળાભાઈ કટારાની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે ટ્રકની તલાસી લેતાં ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ- 75 જેમાં કુલ બોટલો નંગ.900 કિંમત રૂા.5,53,500/-ના પ્રોહી જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂા.15,53,500/-નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ટ્રકના ચાલકની પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના એક ઠેકેદારે ભરી આપ્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો ભાવેશભાઈ ચાવડા ભાવનગર નારી ચોકડી ખાતે આપવા જતો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.