ઝાલોદ,
ઝાલોદ તા.02/03/2023 ના રોજ ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આદિવાસી સમાજના યુવાનોએ જીલ્લામા થતા ધર્માન્તરણને પ્રોત્સાહન મળે તેવા ચર્ચ પ્રેરિત કાર્યક્રમોને રોકવા બાબતનું આવેદનપત્ર કલેકટરને સંબોધીને આપવામાં આવ્યું હતું. સમાજના યુવાનોએ મામલતદારને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લો આદિવાસી બહુલ જીલ્લો છે અને વર્ષોથી તેની આગવી સંસ્કૃતિ લોકજીવન ધરાવે છે. ત્યારે ચર્ચ પ્રેરિત લોકો અવનવા કાર્યક્રમો આપી ભલા ભોળા લોકોને પ્રભાવીત કરી ધર્માન્તરણ કરતા હોય છે. જીલ્લાનો જન સમાજ શિક્ષિત ન હોવાના કારણે આવી પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે પ્રશાસન પણ સહયોગ આપે અને સમાજના લોકો પણ આગળ આવી ભીલ સંસ્કૃતિ અને સમાજ જીવનને તહસ નહસ કરી દે તેવા ધર્માન્તરણના આ ષડયંત્રનો પર્દાફાશ કરવા આગળ આવવું જોઈએ તેમ જણાવ્યું હતું. આવું નહિ થાય તો જીલ્લાની શાંતિ સુરક્ષા પણ જોખમાય તેવું ચોક્કસ ધ્યાનમાં આવી રહ્યું છે.