ઝાલોદ,
ઝાલોદ મુવાડામાં વિશ્ર્વકર્મા મંદિરની સામે આવેલ ઈલાસ્ટિક ઈન્ટેકસ ટ્રાન્સ્પોર્ટ પ્રા.લિ.ના ગોડાઉનમા થયેલી 1.26 લાખની ચોરીના ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરી કર્યા બાદ આરોપી ચોરીની ફરિયાદ આપનાર ગોડાઉનના ટીમ લીડરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ઝાલોદના મુવાડામાં આવેલા ઈલાસ્ટિક ઈન્ટેક્ષ ટ્રાન્સ્પોર્ટ પ્રા.લિ.ના ગોડાઉનમાં તા.18ના રોજ રાત્રિના સમયે ગોડાઉનને નિશાન બનાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો ગોડાઉનના તાળા તોડી અંદર પ્રવેશ કરી લોકરમાં મુકેલા 1,21,580 રૂ.રોકડા તથા 5000 રૂપિયાનુ ડી.વી.આર.મળી 1,26,580 રૂ.ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ બાબતે તા.20મીના રોજ ગોડાઉનમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા દિપકભાઈ સરજુ પ્રસાદ દુબેએ ઝાલોદ પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ઝાલોદ પી.એસ.આઈ.જી.બી.રાઠવાએ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી હતી. અને કંપનીમાં કામ કરતા માણસોને બોલાવી તેમની પુછપરછ હાથ ધરી હતી. તેમજ એફએસઅલની મદદ લઈ ગોડાઉનના શટરના ભાગે કે લોકર તોડવામાં બળપ્રયોગને ઉપયોગ થયેલાનુ જણાયેલ નહિ અને લોકર ચાવીથી ખોલેલનુ જણાતા અને ગોડાઉનના નજીકના ભાગે આવેલ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાના બે દિવસના સીસીટીવી ફુટેજ ચેક કરતા કોઈપણ શંકાસ્પદ વ્યકિતની અવર જવર ગોડાઉનના આગળના ભાગેથી થયેલ ન હોવાનુ જણાઈ આવ્યુ હતુ. જેથી પીએસઆઈ તથા સ્ટાફને ફરિયાદીએ જ ચોરી કરેલ હોવાની પુરેપુરી શંકા તા.24મીના રોજ ફરિયાદી દિપકભાઈ સરજુ પ્રસાદ દુબેને પોલીસને પોલીસ મથકમાં બોલાવી તેની પુછપરછ કરતા તેણે ક્રેડિટ કાર્ડના વ્યાજ સહિત તથા એચડીએફસી બેંકમાંથી પર્સનલ લોન લીધેલ જેમા વ્યાજ સાથે 2,12,000 રૂપિયા ભરવાના હોઈ પોતે પોતાના ગોડાઉનમાં આવેલ માલસામાનની ડિલીવરીના વકરાના 1,21,580રૂ.ની ચોરી કરી હતી. અને પકડાઈ જવાની બીકથી ગોડાઉનના અંદરના ભાગે લગાવેલ સીસીટીવી કેમેરાની ડીવીઆર તથા પાવર સપ્લાયર કાઢી લઈ ગામડી રોડ ઉપર પુલીયાથી થોડે આગળ ગટરમાં ફેંકી દીધેલ હોવાની કબુલાત કરી હતી. ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ સાથે આરોપી દિપકભાઈ સરજુ પ્રસાદ દુબેની ઝાલોદ પોલીસે ધરપકડ કરી હતી.