ઝાલોદમાં રામ જન્મોત્સવ નિમિત્તે શ્રીરામના જય જયકાર સાથે આખું નગર ગુંજી ઉઠયું : નગરના માર્ગો પર જંગી જન સૈલાબ ઉમટયો

ઝાલોદ,ઝાલોદ નગરમાં અયોધ્યા નગરી (માંડલી ફળિયા)માં રામના જન્મોત્સવ નિમિત્તે ગીતા મંદિર ખાતે સવારે લોકો ઉમટી પડ્યા હતા. ગીતા મંદિર ખાતે રામ જન્મોત્સવ નિમિતે સુંદરકાંડ મિત્ર મંડળ દ્વારા ભજન રાખવામાં આવ્યા હતા. આ ભજન સંધ્યામાં મોટાં પ્રમાણમાં રામ ભક્તો ઉમટી પડ્યા હતાં. રામ જન્મોત્સવ 12:15 વાગે થતાં આખું મંદીર શ્રી રામના જયકારા સાથે ગુંજી ઉઠયું હતું. ત્યારબાદ આરતી કરી દરેક ભક્તો રામ જન્મોત્સવનો પ્રસાદ લીધો હતો.

વણકતળાઈ હનુમાનજી મંદિર ખાતે નગરની મહિલા સમિતિ દ્વારા રામ જન્મોત્સવ પ્રસંગે દીવડાની સુંદર ઝાંખી બનાવવામાં આવી હતી. દીવડા થી ઓમ અને જય શ્રી રામ લખેલ હતું. શ્રી રામ અને ઓમ લખેલ દીવડા દીવડાની રોશની થી ઝગમગતા ખૂબ સુંદર અને નયનરમ્ય ઝાંખી લાગતી હતી.

રામ જન્મોત્સવ નિમિતે રામ સેના દ્વારા આખી અયોધ્યા (ઝાલોદ) નગરીને લાઇટ તેમજ ભગવા ધ્વજ થી ધર્મનગરી બનાવી દેવામાં આવી હતી. આખું હિન્દુ સમાજ ભગવા ઝંડા નીચે રામ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યું હતું. અયોધ્યા નગરી થી સહુ પ્રથમ શોભાયાત્રામાં બિરાજેલ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામની આરતી અને હનુમાન ચાલીશા કરી શોભાયાત્રાની શરૂઆત થઈ હતી. માંડલી ફળિયાથી ડી.જે. ના તાલ અને ફટાકડાના ધૂમધડાકા સાથે ભગવાન શ્રી રામની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

શોભાયાત્રા દરમિયાન નગરના દરેક માર્ગો પર રામ ભક્તો દ્વારા વિશામાં રાખવામાં આવ્યા હતા. ત્યાં સહુ ભક્તો માટે પાણી અને ઠંડા પીણાંની વ્યવસ્થા રાખવામાં આવી હતી. નગરના દરેક માર્ગો શ્રી રામના જય જયકાર સાથે ગુંજી ઉઠયા હતા.નગરના યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. જય જય શ્રી રામના નારા અને ભજનો પર ડી.જે.ના તાલે સહુ કોઈ નાચતા ઝૂમતા જોવા મળતા હતા. હાથમાં ભગવા ધ્વજ અને ભગવા વસ્ત્રોમાં સહુ હિન્દુ સમુદાયમાં સંપ ભાવના જોવા મળતી હતી. આ શોભાયાત્રામાં દરેક હિન્દુ સમુદાયના લોકો ભગવા ધ્વજના નીચે એક સમાન જોવા મળતા હતા. નગરના દરેક હિન્દુ સંગઠનો આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો.

નાના નાના બાળકોમાં પણ ખૂબ રામ શોભાયાત્રા ખફયિં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. નાના નાના બાળકો અલગ અલગ વેશભૂષામાં શોભતા હતા અને નગરમાં ફરતી શોભાયાત્રા દરમિયાન વેશભૂષામાં તેમણે અનેરૂં આકર્ષણ પર ઉભું કર્યું. સહુથી મોટું આકર્ષણ આખી શોભાયાત્રામાં યોગીની ઝાંખીનું લાગતું હતું. ભગવા વસ્ત્રો સાથે યોગીના પાત્રમાં નગરજનો માટે કુતૂહલ પેદા કર્યું હતું. યોગી સાથે ફોટોગ્રાફી કરવા લોકો પડાપડી કરતા જોવા મળતા હતા.

આખા નગરમાં રામ શોભાયાત્રા ફરી ટીટોડી આશ્રમ ખાતે પહોંચતા આખી આશ્રમ શાળાના વાતાવરણને શ્રી રામના જયકારા સાથે વાતાવરણને ગુંજી ઉઠયું હતું. ત્યાં ડીજેના તાલે આરતી કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રામ જન્મોત્સવ નિમિતે દર વર્ષની માફક મહાપ્રસાદનું આયોજન ટીટોડી આશ્રમ ખાતે રાખવામાં આવેલ હતું. નગરના મોટા પ્રમાણમાં ભક્તોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.

નગરના પોલીસ પ્રસાસન દ્વારા નગરના માર્ગો પર ખૂબ સુંદર આખી શોભાયાત્રામાં સુંદર સહકાર રહ્યો હતો. પોલીસ પ્રસાસનના સુંદર સહકાર થકી શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અવ્યવસ્થા કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.