ઝાલોદ,ઝાલોદ નગરમાં છેલ્લા બે દિવસમાં મોબાઇલ હેક કરવાના બે બનાવો બનેલ છે. ઠગ ટોળકી મોબાઇલ હેક કરી વોટ્સઅપ પર નંબર બદલી જેનો મોબાઇલ હેક કરે છે, તેનો ફોટો વોટ્સઅપ ડીપી પર મૂકે છે. જે વ્યક્તિના મોબાઇલ હેક કરેલા હોય તેના કોન્ટેક્ટ નંબર પર પૈસાની અરજંટ જરૂર છે. તેમ કહી પૈસાની માંગણી કરે છે અને સાંજે પાછા આપું તેમ વોટ્સઅપ મેસેજ થી કહે છે. તેમજ કોન્ટેક્ટ નંબર પર ક્યુઆર કોડ મોકલી અથવા વિવિધ રૂપિયાની લેવડદેવડ કરતી એપ્લિકેશન દ્વારા પૈસાની માંગણી કરે છે.
સહુ જાગૃત લોકોને સુચન છે કે, આવા ઠગ ટોળકી દ્વારા કરેલા મેસેજ પર ધ્યાન ન આપે તેમજ જે વ્યક્તિના ફોટો વોટ્સઅપ ડીપી પર મૂકેલો હોત તેને તાત્કાલીક જાણ કરે જેથી જેનાં નામથી રૂપિયા માંગે તે ચેતી જાય અને આવા વ્યક્તિ પર સતેજ રહે તેવું તેવા સંદેશ તેનાં શુભેચ્છકોને આપી શકે. જેથી દરેક જાગૃત લોકો સતર્ક રહે તેમજ ઠગ ટોળકી દ્વારા મોકલેલ મેસેજ પર ધ્યાન ન આપી રૂપિયાની લેવડ દેવડ ન કરે જેથી ઠગ ટોળકી કામયાબ ન થાય. જાણકાર રહો , સતર્ક રહો તેમજ સમજી વિચારી વ્યવહાર કરો.