ઝાલોદ,
લીમડી નગરમાં આવેલ સાઈ બાબાનું મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. આજરોજ તારીખ 09-11-2022 ના રોજ સાંઈબાબા મદિરે મંદિરનો 11 મો પાટોત્સવ ખૂબજ ઉત્સાહ પૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આજ રોજ વહેલી સવારે સાંઈબાબા મંદિરે ભગવાનનો પંચામૃત થી સ્નાન કરાવી ભગવાને નવાં વસ્ત્રો પહેરાવી મંદીર સજાવવામાં આવ્યું હતું. સવાથીજ મંદિરે મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે ઉમટી પડેલ હતા.
આજુબાજુના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ભક્તો દર્શન કરવા માટે મંદિરે આવેલ હતા અને મંદિરે થતાં હવન અને પૂજામાંભાગ પણ લીધો હતો. સાંજે સાંઈબાબાના મંદિરે મહાઆરતીનું અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટા પ્રમાણમાં ભક્તોએ ભાગ લીધો હતો.