ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલીત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દાહોદ જીલ્લામાં પ્રથમ આવી સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

  • નાનપણથી જ પરિવારમાં ધાર્મિક વાતાવરણ મેળવી પોઝિટીવ ઉર્જા મેળવી.

ઝાલોદ, ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત ધોરણ 10 મા ઇંગ્લિશ મીડિયમમા ભણતી કુ.શ્રદ્ધા પંકજકુમાર અગ્રવાલ દાહોદ જીલ્લામાં 94.20% લાવી પ્રથમ આવી શાળાના શિક્ષકો, પરિવારના સભ્યો તેમજ નગરનું નામ ઉચું કર્યું હતું.

નાનપણથી અગ્રવાલ પરિવારની આ દીકરી શ્રદ્ધા ધાર્મિક વાતાવરણની વચ્ચે પોતાના માબાપ અને તેની મોટી બહેનોના માર્ગદર્શન હેઠળ ભણવામાં રૂચિ રાખતી હતી. ઘરમાં અભ્યાસ અર્થે સદાય તેના માબાપ તેને મદદરૂપ રહી પૂરો સહયોગ કરતા હતા. ભણવામાં રૂચિ ધરાવતી અને ધોરણ 1 થી 9 સુધી અભ્યાસ કરતા શાળામાં કાયમ પ્રથમ આવતી હતી. તારીખ 11-05-2024 શનિવારના રોજ ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમા ભણી 94.20% લાવી હતી. તેના આ ગુણ ઇંગ્લિશ મીડિયમમા ભણતા દાહોદ જીલ્લામાં પ્રથમ આવી હતી. શ્રદ્ધા દાહોદ જીલ્લામાં પ્રથમ આવતા તેણે પોતાનો બધો શ્રેય સ્કૂલના શિક્ષકો અને પોતાના માબાપને આપ્યો હતો.