દાહોદ મધ્યપ્રદેશના આડોખર અમાયન ભીન્ડના મૂળ વતની અને દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામે પડાવ બજાર, સ્ટેટ બેન્કની સામે રહેતી પરણીત મહિલાના પતિ તથા સાસરીયાઓએ દહેજમાં કરેલ માંગણી પુરી ન કરાતા શારીરિક અને માનસીક ત્રાસ આપી મોતને ઘાટ ઉતારતાની ફરિયાદ મૃત્તક પિતાએ ઉત્તરપ્રદેશના પોલીસ સ્ટેશનમાં નોંધાવતા તપાસ અર્થે તે ફરિયાદ લીમડી પોલિસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
ઉત્તરપ્રદેશના ઔરેયા જીલ્લાના સોનાસી ગામના ધારાસીંહ રામસેવકની દીકરી બબલીબેનના લગ્ન મધ્યપ્રદેશના ભીન્ડ જીલ્લાના અડોખર અમાયન ગામના જવસીંહ સીતારામ સાથે તા. 14-6-2020ના રોજ સમાજના રિવરિવાજ મુજબ થયા હતા અને લગ્ન બાદ બબલીબેને પોતાના પતિ સાથે ધંધાર્થે લીમડી આવી રહેતા હતા અને બબલીબેન પાસે તેના પતિ જવસીંહ, સસરા સીતારામ, સાસુ મોતીબાઈ તથા સુભાષ મહારાજસિંહનાઓએ ભેગાં મળી દહેજમાં મોટર સાયકલ અને એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે માંગણી બબલીબેન પુરી ન કરી શકતા પતિ તથા સાસરીયાઓ દ્વારા શારીરીક અને માનસીક ત્રાસ ગુજારી યમસદન પહોંચાડી દીધી હતી.
આ સંબંધે મરણ જનાર બબલીબેનના પિતા ધારાસિંહ રામસેવકે ઉત્તરપ્રદેશના ઓરેયા જીલ્લાના અજીતમલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા અજીતમલ પોલીસ તે ફરિયાદ તપાસ અર્થે લીમડી પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપતાં લીમડી પોલીસે આ મામલે આગળ વધુ તપાસ હાથ ધરી છે.