ઝાલોદ ખોડીયાર માતાના મંદિર પાસે વાવાઝોડા સાથે પડેલ વરસાદમાં મોટું વૃક્ષ ધરાશાયી

ઝાલોદ, ઝાલોદ નગરમાં આજરોજ 18-05-2024 શનિવારના રોજ સાંજે 6:30 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલ્ટાને લઈ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. આ વાવાઝોડા સાથે પડેલ ધોધમાર વરસાદમા ખોડીયાર માતાના મંદિર પાસે આવેલ ખોડિયાર માતાના મંદિરના અંદર મુખ્ય દરવાજા પાસે તળાવની ફરતે આવેલ એક મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયેલ હતું. આ મોટું વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષની અડફેટે લાઈટનો થાંભલો આવી જતાં અમુક વિસ્તારોમાં લાઈટ બંધ થઈ ગયેલ હતું.

તળાવની ફરતે કિનારા પર ત્રણ થી ચાર જેટલા મોટા વૃક્ષ આવેલ છે. જેમાંથી એક મોટું વૃક્ષ ખોડીયાર માતાના મંદિરના ફરતે કોટ પર પડી મંદિરની અંદર પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ધડાકા ભેર પડતાં મંદિરની અંદર માતાજીની આરતી કરતા પૂજારી દોડીને બહાર આવતા મોટું છે, વૃક્ષ પડી ગયેલ જોવા મળેલ હતું. તૈયારીમાં આજુબાજુના વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા, પરંતુ કોઈ જાનહાનિ કે દુર્ઘટના બની ન હતી. નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી જતાં ઉપસ્થિત લોકોએ બીજા વૃક્ષ પણ પડી જાય તેમ છે. તેવી વાતોની રજૂઆત લોકોએ કરી હતી. નગરપાલિકા દ્વારા તૈયારીમાં ધરાશાયી થયેલ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ બીજા વૃક્ષ જે કમજોર છે અને પડી જાય તેવા છે. તેનો અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી.