જીલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્ત માર્ગોની મરામત કરવામાં આવી રહી છે. વરસાદે ગુજરાતભરને પોતાના બાનમાં લીધું હતું ત્યારે થોડા સમયથી જ્યારે વરસાદે વિરામ લીધો છે. ત્યારે સમગ્ર વહીવટી તંત્ર એક્શન મોડમાં આવીને સતત કાર્ય કરી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત દ્વારા દાહોદ જીલ્લાના રસ્તાઓને મેટલિંગ, ડામર વર્ક અને પેચવર્ક કરીને સમારકામ કરવામાં આવ્યું છે. રસ્તાઓનું તાકીદે સમારકામ થાય અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી પડે નહીં તે માટે માર્ગ અને મકાન વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યુ છે. ત્યારે ઝાલોદ નગરપાલિકા દ્વારા ઝાલોદ ખાતે પડેલા ખાડા પર મેટલિંગની કામગીરી કરવામાં આવી હતી.