- આ માર્ગ પર પસાર થતા ગટર ઉપર અંદાજીત સાત જેટલા મોટા સ્લેબ તૂટેલા જોવા મળ્યા.
ઝાલોદ નગરના દાહોદ રોડ ઉપર મોટી મોટી હાસ્પિટલ અને શોપિંગ સેન્ટર આવેલ છે. જેમાં દાહોદ રોડ ઉપર જતા ઈશાન હોસ્પિટલ, સુંદરમ હોસ્પિટલ, દીપ હોસ્પિટલ, મોટું શોપિંગ સેન્ટર તેમજ અન્ય દુકાનો તેમજ લારી, પથારાવાળા વ્યાપાર કરતા જોવા મળે છે. આ રોડ ટ્રાફિક થી ધમધમતો છે. આ રોડ ઉપર હોસ્પિટલ અને દુકાનો પર અવરજવર કરનાર લોકો મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. પાલિકા દ્વારા નગરના પાણીના નિકાલ માટે આ વિસ્તારમાં મોટી ગટર બનાવેલ છે. આ ગટરની ઉપર પાલિકા દ્વારા સ્લેબ ભરી બંધ કરવામાં આવેલ હતી અને અમુક ભાગ ગટર ઉપર સાફ સફાઈ માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો.
નગરપાલિકાની આ ગટર ઉપર બનાવેલ સ્લેબ પાલિકા દ્વારા ગુણવત્તા વગરની ખરાબ કામગીરીના લીધે અમુક જગ્યાએ થી તૂટી ગયેલ જોવા મળી રહેલ છે. આ ગટર લાઈનની ઉપર અંદાજીત સાત જેટલા મોટા સ્લેબ તૂટી ગયેલ જોવા મળેલ છે. આ ગટર ઉપરના સ્લેબ તુટી જતાં અહીંથી નિકલનાર ચાલીને નીકળતા રાહગીર તેમજ મોટેર વાહન ચાલકોને દુવિધાનો સામનો કરવો પડે છે. આ ગટર ઉપરનો સ્લેબ કેટલાય ટાઇમ થી તૂટી ગયેલ છે છતાંય પાલિકા તંત્ર દ્વારા આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી રહેલ નથી. આ ખુલ્લી ગટરમા મૂક પશુઓ આવતા જતા પડી જાય અથવા કોઈ પણ વ્યક્તિ અહીંથી નીકળે તો ગટરમા પડી જવાનો ડર સતત સતાવતો રહે છે. હાલ નગરમાં ચોમાસાનો પ્રારંભ થયેલ જોવા મળેલ છે. તો પાલિકા તંત્ર પોતાની આળસ ખંખેરી આ તુટી ગયેલ સ્લેબ ઉપર પ્રોટેક્શન માટે મજબૂત જાળી બેસાડે તેવી લોકમાંગ ઉભી થવા પામેલ છે. આ સમસ્યા નવી નથી પરંતુ પાલિકા દ્વારા આંખ આડા કાન કરી સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ નથી. પાલિકા તંત્ર આ સમાચાર જોઈ કોઈ નક્કર કામગીરી કરશે કે ખુરસી પર બેસી આરામ કરશે.